ઉપલેટામાં લોકોને દબાણ હટાવવા નોટિસો આપી પણ ખુદ પાલિકા પાસે યોગ્ય માહિતી જ ન મળી

ઉપલેટા ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટી પ્રક્રિયા અને અન્ય કામો અંધાધુન ચાલતા હોય તેવી અનેક ફરિયાદો સામે આવી રહી છે જેમાં તાજેતરની અંદર ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરના વોર્ડ-૦૨ માં આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલ રસ્તા પરના થયેલ દબાણ દુર કરવા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને નોટિસ આપી છે ત્યારે આ નોટિસ અંગે જાગૃત નાગરિકે જાહેર માહિતી અધિકાર-૨૦૦૫ અંતર્ગત માંગવામાં આવેલી માહિતીઓ નોટિસ અંગે થયેલ દબાણની કોઈ યોગ્ય અને સંતોષકારક માહિતીઓ ઉપલબ્ધ જ નથી તેવું સામે આવ્યું છે અને ઘટસ્પોટ પણ થયો છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરના વોર્ડ-૦૨ આવેલ દ્વારકાધીશ સોસાયટીના ચબુતરાથી લઈને રેલવે ફાટક સુધીના રસ્તા પર આવેલ પોપટિયા પરા તરીકે ઓળખાતા ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને રસ્તા પરનું દબાણ દૂર કરવા માટેની નોટિસો આપવામાં આવી છે ત્યારે આ નોટિસોમાં કોઈ હુકમ, ઠરાવ, સૂચન, પરિપત્ર કે કોઈ કાયદાની કલમ ટાંકવામાં નહીં આવતા આર.ટી.આઈ. અંતર્ગત માહિતીઓ માંગવામાં આવી હતી જેમાં આ દબાણ સંદર્ભે નગરપાલિકાએ નોટિસ તો આપી છે પરંતુ ખુદ નગરપાલિકા પાસે જ આ દબાણની યોગ્ય કોઈ જ માહિતીઓ ન હોવાનું આર.ટી.આઈ. ની અંદર ઘટસ્પોટ થયો છે ત્યારે કહી શકાય છે કે, ઉપલેટા નગરપાલિકામાં આ પ્રકારની અંધાધુન પ્રક્રિયાઓ અને કામગીરીઓ સામે આવ્યું છે.

આ બાબતો અને આ પ્રકારના અન્ય અનેકો વિષયો ઉપર ઉપલેટા નગરપાલિકાની અનેક ક્ષતિઓ ગેરરીતિઓ આવતા દિવસોમાં જેમ-જેમ વિગતો અને માહિતીઓ સામે આવતી જશે તેમ-તેમ મીડિયા સમક્ષ માહિતીઓ જાહેર કરવામાં આવશે ત્યારે આ અંધાધુન ચાલતા વહીવટ પર કોઈ મોટા રાજનેતાનો હાથ, સાથ અને સહકાર હોય તેવી પણ નગરજનોમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ઘણા ખરા કામોની અંદર ભરપુર ભ્રષ્ટાચાર થયેલ હોય તેની પુરાવાઓ સાથે ઉચ્ચ કચેરીમાં પુરાવાઓ સાથે ફરિયાદો થવા અંગેની પણ તૈયારીઓ ચાલી રહી છે અને આ મામલે તેમની પણ વિગતો આવતા દિવસોમાં જાહેર થશે જેથી હવે ઉપલેટા નગરપાલિકા તંત્રમાં ચાલતા આ પ્રકારના અંધાધુન વહીવટને કારણે નગરજનો આવતી ચૂંટણીમાં પરિણામ ચોક્કસપણે આપશે તે પણ અનુમાન લગાવી શકાય છે. આ ઝૂંપડપટ્ટીના દબાણની નોટિસ મામલે તપાસ હાથ ધરાય તેવી માંગ ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *