પતિના ધંધા સ્થળ નજીક બેકરી ધરાવતા શખ્સે પ્રેમજાળમાં ફસાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું

શહેરના સ્વામિનારાયણ ચોકમાં બેકરીનો વ્યવસાય કરતા શખ્સે મહિલાને પ્રેમજાળમાં ફસાવી મહિલાનો પતિ નહોતો ત્યારે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતારી લઇ બ્લેકમેઇલ કરી અનેક વખત શારીરિક બળજબરી આચરી હતી.

શહેરમાં રહેતી 39 વર્ષની મહિલાએ દુષ્કર્મ અંગેની નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાસે વીરહનુમંત ટાઉનશિપમાં રહેતા અને સ્વામિનારાયણ ચોકમાં બેકરી ચલાવતા કરણ વિમલેશ પટેલનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા, વર્ષ 2020માં તેના પતિનો જન્મદિવસ હતો ત્યારે સ્વામિનારાયણ ચોકમાં પતિના ધંધા સ્થળે જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે આસપાસના વિસ્તારના કેટલાક ધંધાર્થી આવ્યા હતા અને કરણ પટેલ પણ આવ્યો હોય તેની સાથે પરિચય થયો હતો.

કરણ પટેલે ધંધાના કામનું બહાનું આપી મહિલાનો મોબાઇલ નંબર લઇ લીધો હતો અને બાદમાં વાંરવાર ધંધાના કામે મહિલાને પોતાની બેકરીએ બોલાવતો હતો, એક દિવસ મહિલાનો પતિ બહારગામ ગયો હતો અને ઘરનો દરવાજો ખુલ્લો હોય કરણ પટેલ ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાને ધક્કો મારી સેટી પર પછાડી દઇ બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો, આ વીડિયો તારા પતિને બતાવી દઇશ તેમ કહી મહિલા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો અને એમ પણ કહેતો હતો કે, જો તારા પતિને જાણ થઇ જશે તો તારી સાથે લગ્ન કરી લઇશ, આવી લાલચ આપ્યા બાદ કરણ પટેલ મહિલાને શહેરની અલગ અલગ બે હોટેલમાં પણ લઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *