ધોરાજી શહેરમાં ચાલી રહેલ રોડ રસ્તાના કામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની લોકોની ફરિયાદો ઉઠી છે. અગાઉ પણ ચાલી રહેલા રસ્તાના કામ નબળા થતા હોવાની ફરિયાદના પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વસોયાએ રસ્તાના કામ અટકાવી દીધા હતા, અને હવે ફરી કામ શરૂ થઇ રહ્યા છે ત્યારે લોકોમાંથી રાવ ઉઠતાં આ બાબત તંત્ર ધ્યાને લે તે જરૂરી છે.
ધોરાજીમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની લોક ફરીયાદો ઉઠવા પામી છે, ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ધોરાજી શહેરી વિસ્તારમાં નગરપાલિકાના વિસ્તારમાં ડામર રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. ડામર રોડના નવા કામો શરૂ થતા ક્વોલિટી કંટ્રોલ થતો ન હોવાની અગાઉ પણ ફરિયાદો ઉઠવા પામી હતી.