બુમરાહએ કાંગારુઓની બેટિંગનો પાયો હલાવી નાખ્યો

ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટના પહેલા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ટીમ 83 રનથી આગળ છે અને ઓસ્ટ્રેલિયાની માત્ર 3 વિકેટ બાકી છે. ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો અને ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી.

ભારતે બોલિંગથી ધમાકેદાર કમબેક કર્યું અને ઓસ્ટ્રેલિયાએ 59 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી. દિવસની રમતના અંત સુધીમાં ટીમનો સ્કોર 67 રન હતો, એલેક્સ કેરીએ 19 અને મિચેલ સ્ટાર્ક 6 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ડેબ્યુટન્ટ હર્ષિત રાણાને 1 વિકેટ મળી હતી.

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 73 રન બનાવ્યા બાદ 6 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવી શક્યા ન હતા. વિરાટ કોહલી 5 રન, ધ્રુવ જુરેલ 11 રન અને વોશિંગ્ટન સુંદર 4 રન બનાવીને આઉટ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *