રામકથાની શરૂઆત પૂર્વે ઈકો ફ્રેન્ડલી મહાયજ્ઞ

રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ પરના રામપર ગામે 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ પામવા જઈ રહ્યું છે ત્યારે તેના લાભાર્થે મોરારીબાપુ 12 વર્ષ બાદ રામકથા આપી રહ્યા છે. રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી યોજાનારી આરામ કથાનું આયોજન સફળ રહે તે માટે આજે દેવતાઓને આહવાન સ્વરૂપે માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ સમાજના શ્રેષ્ઠિઓ આ યજ્ઞમાં જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં સદભાવના પ્રસરે અને વિશ્વમાં થતા યુદ્ધ બંધ થાય તે માટે યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞ પણ ઇકો ફ્રેન્ડલી હતો એટલે કે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં 23 મી નવેમ્બરથી માનસ સદભાવના રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મીની અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી છે. કથાના મંગલાચરણના ભાગરૂપે દેવી દેવતાઓને આહવાન માટે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રામકથા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટેનો આ યજ્ઞ છે. જામનગરના રામપર ગામે 300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમનુ નિર્માણ થવાનું છે તો 151 કરોડ વૃક્ષોનું વાવેતર અને તેના ઉછેર માટેનો સંકલ્પ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *