મેટોડામાં છેલ્લા પાંચ દિવસથી તાવમાં પટકાયેલા યુવકનું મોત

રાજકોટ જિલ્લાના મેટોડામાં રહેતો અને મજૂરી કામ કરતાં શ્રમિક યુવકનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. યુવકે ઝેરી દવા પીધાની શંકાએ તબીબએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરતા યુવકને પાંચેક દિવસથી તાવ આવતો હોય અને દવા પણ ચાલુ હોવાનું તેની માતાએ જણાવતા પોલીસે યુવકનાં મોતનું કારણ જાણવા વિસેરા લીધા બાદ મોતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

મેટોડા ગેટ પાસે ઓસવાલ પ્રા.લિ. પાસે રહેતા મોનુ લક્ષ્મણભાઇ બંસલ (ઉ.20) તેના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતાં તબીબે યુવકે ઝેર પીધાની શંકાએ પોલીસને જાણ કરી હતી. પડધરી પોલીસે તપાસ કરતા મૃતક યુવકની માતાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હોય અને દવા પણ ચાલુ હોવાનું જણાવતા પોલીસે યુવકનાં મોતનું કારણ જાણવા વિસેરા લઇ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *