જસદણમાં જગદગુરુ રામાનંદાચાર્યની 21 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરાયું

જસદણના વીંછિયા રોડ પર આવેલા બાલ યોગી સાસીયા બાપુની જગ્યાએ 1008 જગદગુરુ રામાનંદાઆચાર્યની 21 ફૂટની મૂર્તિનું અનાવરણ લીમડીપીઠના 1008 મહામંડલેશ્વર લલિત કિશોર ચરણ તેમજ રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા, ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા તેમજ વેંકટ ગીરીબાપુ સહિતના સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે જસદણ અને વિછીયા સહિત સૌરાષ્ટ્રના સાતે જિલ્લામાંથી મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ હાજર રહ્યો હતો હિન્દુ ધર્મ અને સમાજ પર થતા અત્યાચાર સામે બંડ પોકારનારા અને ધર્મ પરિવર્તનનો સખત વિરોધ કરનારા રામાનંદાચાર્યની પ્રતિમાની સ્થાપના જસદણના ખાંડાધાર હડમતીયા ગઢડીયા ગામ અને જસદણ, વીંછિયા, ભાડલા રામાનંદી સાધુ સમાજના સહયોગથી કરવામાં આવી છે. ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિરો રામાનંદાચાર્ય મહારાજે બંધાવ્યા સાથે જ બાર શિષ્યોને હિન્દુ ધર્મના પ્રચાર માટે ભારત વર્ષમાં મોકલ્યા.બારે બાર શિષ્યોને ભગવાને દર્શન પણ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *