સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવાય છે, ત્યારે રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં કુલ મળીને ૮૦૯૨ વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ થયું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળેલી માહિતી મુજબ, સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧થી લઈને ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વ્યક્તિ શૌચાલયો જસદણ તાલુકામાં બન્યા છે. ૧૫૧૭ વ્યક્તિગત શૌચાલયોના નિર્માણ સામે લાભાર્થીઓની રૂ.૧૮૨.૦૪ લાખની સહાય મંજૂર કરાઈ છે.
બીજા ક્રમે ગોંડલ તાલુકામાં ૧૪૭૫ વ્યક્તિગત શૌચાલયો બનાવવામાં આવ્યા છે અને રૂ.૧૭૭ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. એ પછી જેતપુરમાં ૧૦૫૬ વ્યક્તિગત શૌચાલયો બન્યા છે અને રૂ. ૧૨૬.૭૨ લાખની સહાય મંજૂર કરાઈ છે. જિલ્લાના રાજકોટ તાલુકામાં ૯૧૮ શૌચાલયો સામે રૂ. ૧૧૦.૧૬ લાખ, ઉપલેટા તાલુકામાં ૭૦૪ શૌચાલયો સામે રૂ.૮૪.૪૮ લાખની સહાય, કોટડા સાંગાણી તાલુકામાં ૫૨૨ શૌચાલયો સામે રૂ. ૬૨.૬૪ લાખની સહાય મંજૂર કરાઈ છે.