માર્કેટમાં નિરાશા વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં રેકોર્ડ

ભારતીય ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી નિરાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં સુસ્તી વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં મજબૂત ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. ઘટાડા છતાં અનેક કંપનીઓ વિસ્તરણનો માર્ગ અપનાવી રહી છે. તાજેતરમાં લિસ્ટ થયેલ સ્વિગીના આઇપીઓમાં રોકાણકારોએ પોઝિટીવ રિટર્ન મેળવ્યું છે. જ્યારે ઇક્વિટીમાં મંદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારત અત્યારે આઇપીઓ લાવવાના મામલે વિશ્વમાં સૌથી અવ્વલ છે.

ચાલુ કેલેન્ડર વર્ષ 2024ના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિશ્વના કુલ લિસ્ટિંગમાં ભારતનો હિસ્સો 36% હતો. ત્યાં સુધી કે ભારતે આઇપીઓ લોન્ચિંગના મામલે અમેરિકાને પણ પાછળ છોડી દીધું હતું, જેનો હિસ્સો 13% હતો. અહેવાલ અનુસાર વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન દેશના સ્ટોક માર્કેટમાં થયેલું લિસ્ટિંગ છેલ્લા 20 વર્ષોમાં કોઇ ત્રીજા ક્વાર્ટરમાં થયેલું સૌથી વધુ લિસ્ટિંગ છે. મેઇન માર્કેટમાં 27 IPO નોંધાયા હતા, જે 2023ના ત્રીજા ક્વાર્ટરથી 29% વધુ છે. તેનાથી કંપનીઓએ રૂ.36,027 કરોડ એકત્ર કર્યા હતા. જે ગત વર્ષે એકત્ર કરાયેલી રકમથી 142% વધુ છે. રોકાણકારો માટે 2024નું વર્ષ ઉત્તમ સાબીત થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં સેન્સેક્સ તથા નિફ્ટીમાં સરેરાશ 12 ટકા સુધીનું રિટર્ન જ્યારે સોના-ચાંદીમાં સરેરાશ 14-15 ટકાનું રિટર્ન મેળવી રહ્યાં છે ત્યારે પ્રાઇમરી માર્કેટમા પણ રોકાણકારોને કમાણી જ કમાણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *