રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 2 કરોડ 28 લાખની કિંમતની 290 કિલો ચાંદીની છેતરપિંડી તેમજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 61 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં કેતન ઉર્ફે વાસુ સુરેશ ઢોલરીયા (ઉ.વ.37) છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. જેને શોધવા ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી ઉતરાખંડના રુદ્રપુર જિલ્લામાં કાશીપુર રોડ પાસે સ્વીટ માર્ટ નામની દુકાનની પાછળ આવેલા સાંઇ પેલેસ હોટલ ખાતે રુમ ભાડે રાખી રહે છે જેથી તુરંત ટીમ ઉત્તરાખંડ દોડી ગઇ હતી અને આરોપીને દબોચી લીધો હતો.