વોકેશનલમાં ટ્રાફિક એજ્યુકેશન, વ્યક્તિત્વ નિર્માણના કોર્સ ઉમેર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વોકેશનલ કોર્સમાં જુદા જુદા વિષયો ઉમેરવામાં આવી રહ્યા છે તેના અંતર્ગત તાજેતરમાં જ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ભવનના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક એજ્યુકેશન પાર્ટ-2 અને વ્યક્તિત્વ નિર્માણ સહિતના જુદા જુદા વોકેશનલ કોર્સ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ વેલ્યુએડેડ કોર્સમાં ટ્રાફિક એજ્યુકેશન કોર્સ ઉમેરવામાં માટે અગાઉ MOU કર્યા હતા.

તાજેતરમાં જે વોકેશનલ કોર્સમાં અભ્યાસક્રમ જાહેર કર્યો છે તેમાં ટ્રાફિક એજ્યુકેશન પાર્ટ-2નો સમાવેશ થાય છે જેમાં વિદ્યાર્થીઓને રોડની સમજ, ડ્રાઇવિંગના સામાન્ય નિયમોની સમજ, મોટર વાહનના ગુનાઓ અને તેની કલમો પરની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત મારું જીવન ચરિત્ર આદર્શ ભારતીય યુવા, વ્યક્તિત્વ નિર્માણ અને મૂલ્યવર્ધક શિક્ષણ, રાષ્ટ્રભાવના મજબૂત કરતા પરિબળો અને તેનો અસરો સહિતની બાબતો વોકેશનલ કોર્સમાં સામેલ કરી છે. આજના ઝડપી યુગમાં વધતા જતા રોડ અકસ્માતોના નિરાકરણ માટે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જરૂરી માહિતી મળી રહે તે હેતુસર રજૂ કરવામાં આવેલા આ અભ્યાસક્રમને નોન કાઉન્સિલ અંતર્ગત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સામેલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *