ભાયાવદરના દલિત સમાજની દીકરી હીનાબેન વારગિયાએ આર્મીની સીઆઇએસએફમા તેમની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને બાદમાં પોતાના માદરે વતન આવી પહોંચતા હીનાબેનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો, સાથે વિશાળ રેલીનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ સમસ્ત હોંશભેર જોડાયું હતું.
આ રેલીમાં એક્સ આર્મીમેન પણ ઉત્સાહ સાથે જોડાયા હતા અને ગામજનોએ દીકરીના વધામણાં કર્યાં હતા.