યુવાનો, મહિલાઓ અને વડીલો દોડીને લોકોને સ્વસ્થ સમાજનું મહત્ત્વ સમજાવશે

આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જે લોકોને જીવનમાં આરોગ્યનું મહત્ત્વ સમજાવે છે. આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને ડાયાબિટીસ, બીપી જેવા રોગ જોવા મળે છે ત્યારે રાજકોટના યુવાનો, વડીલો, મહિલાઓ 21 અને 10 કિલોમીટર દોડીને લોકોને સ્વસ્થ સમાજનું મહત્ત્વ સમજાવશે. રાજકોટ રનર્સ એસો. અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે ઓમનીટેક નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતાઓને રૂ.13 લાખથી વધુ રકમના ઇનામો, ટ્રોફી આપવામાં આવશે. રાજકોટના સ્પર્ધકો માટે ઈનામોમાં ખાસ કેટેગરી રાખવામાં આવી છે.

આ દોડ 28 ડિસેમ્બરે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી રાત્રે 10.00 કલાકે શરૂ થશે અને ત્યાંથી જિલ્લા પંચાયત ચોક થઈને અલગ- અલગ રૂટ પર દોડવામાં આવશે. જેમાં રાજકોટ સહિત દેશભરમાંથી દોડવીરો ભાગ લેશે. નાઇટ હાફ મેરેથોનમાં યુવાનોને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા, વૃક્ષોનું જતન કરવા, ટ્રાફિક નિયમનું પાલન, સાયબર ફ્રોડથી બચવા અંગેનો પણ સંદેશો આપતા સ્લોગન, બેનર પણ લગાવવામાં આવશે. નાઈટ હાફ મેરેથોન સ્પર્ધા પહેલાં એટલે કે 26 અને 27 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે બીબ એક્સ્પોનું આયોજન કરાયું છે. પ્રદર્શન દરમિયાન રાજકોટનું પ્રતિનિધત્વ કરી વિવિધ ખેલકૂદ સ્પર્ધામાં સફળતા મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવશે. નાઈટ હાફ મેરેથોન માટે રજિસ્ટ્રેશન ચાલુ છે. રજિસ્ટ્રેશન www.rajkotunners.com પર અથવા તો 8768769797 પર કરાવી શકાશે. રજિસ્ટ્રેશનની અંતિમ મુદત 10 ડિસેમ્બર છે. રાજકોટ રનર્સ એસોસિએશનમાં 18થી 75ની વય મર્યાદા ધરાવતા 275થી વધુ સભ્યો છે. તેમજ આ સંસ્થા શારીરિક સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે વિવિધ કાર્યક્રમો કરે છે. જે સ્પર્ધકો ભાગ લેશે તેને ટી-શર્ટ સહિતની કિટ આપવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *