કોઠારિયા રોડ પર દેવપરા નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રિતેશભાઇ ભગવાનજીભાઇ કોટક તા.4ના રોજ તેના પત્ની ફોરમબેનને લઇને પર્ણકૂટી ચોકી પાસે શ્રીકોલોનીમાં રહેતા તેના માતાના બહેનપણી રેણુકાબેનના ઘેર ગયા હતા અને એક્ટિવા પાર્ક કર્યું હતું. જેમાં તેની પત્નીનું રૂ.6 હજારની રોકડ, દાગીના, મોબાઇલ ભરેલ પર્સ એક્ટિવામાં ટીંગાડેલ હોય.
બાદમાં બન્ને મળીને બહાર આવતા પર્સ જોવા નહીં મળતા તેને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી ચંદ્રેશનગરમાં રહેતો બિમલ દિનેશભાઇ રાઠોડને ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં તે પાર્સલ કંપનીમાં નોકરી કરતો હોય અને એક માસનો પગાર થયો ન હોવાથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.