રાજકોટમાં રહેતી યુવતીને મેટોડાના શખ્સે સોડામાં ઘેની પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરી તેના ફોટા-વિડીયો ઉતારી લીધાં હતાં. બાદમાં યુવતીને ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સ્થળોએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતુ તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ બળજબરીથી આચરતો હતો. લગ્ન થયાં બાદ પણ યુવતીને ધમકી આપી આરોપી વિરમ સાનિયા બળાત્કાર ગુજારતો રહ્યો હતો. યુવતીના પતિને જાણ થતાં તેને પણ ધમકી આપી હતી અને તેના પતિએ માવતરે મોકલી દેતાં તેણીએ અગાસી પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવ અંગે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિરમ નાગજી સાનિયા (રહે.મેટોડા) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે બીએનએસ એક્ટ 123, 64(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના પિતા અને ભાઈ સાથે રહે છે. તેણીના લગ્ન ગત તા.28/04/24 ના મુંજકામાં રહેતા યુવક સાથે થયાં હતાં. તા.12/09/24 ના તેણીના માતા-પિતાના ઘરે આવેલ અને માવતરે રહેતી હતી. વર્ષ-2021 માં તેમનો પરિવાર ધ્રોલ પંથકમાં આવેલ ગામે મામાના દિકરી તથા દિકરાના લગ્ન લેવાથી ગયેલ હતા. લગ્નમાં તેમની મૂલાકાત વિરમ સાનીયા સાથે થયેલી અને લગ્નના અઠવાડીયા બાદ વિરમના ફેસબુક એકાઉન્ટમાંથી રીકવેસ્ટ આવેલ જેથી તે એક્સેપ્ટ કરેલ હતી.જે બાદ બંને ફેસબુક પર વાતચીત કરી એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરેલ હતો. બાદમાં એકબીજા સાથે વોટ્સઅપ કોલથી વાતચીત કરતા હતા.
2 વર્ષ પહેલા વિરમ સાનીયા તેમને મળવા રાજકોટ મુકામે આવ્યો હતો અને તેણી ઘરથી બહાર નીકળી લાખના બંગલા વાળા રોડ ઉપર આવેલ અને વિરમ પોતાની બોલેરો ગાડી લઈ સામે આવેલ હતો.તેણી ગાડીમાં બેસી જતા તે તેની ગાડી લાખના બંગલા વાળા રોડ પર ગાડી ઉભી રાખેલ હતી. બંન્નેએ વાતચીત કર્યા બાદ વિરમ પોતાની સાથે થમ્સઅપ સોડા સાથે લઈ આવેલ હોય જેમાંથી એક બોટલ તેણીને પીવા માટે આપેલ અને બીજી બોટલ તે પીવા લાગેલ હતો.થમ્સઅપ પીધા બાદ તેણી બેભાન થઈ ગઈ હતી અને ભાનમાં આવેલ ત્યારે જોયેલ તો તેણીએ પહેરેલા કપડા વિરમે બેભાન અવસ્થામાં ઉત્તારી લીધેલ હતા અને તેમની સાથે મરજી વિરુધ્ધ થમ્સઅપ બોટલમાં નશાકારક પદાર્થ નાંખી પીવડાવી બેભાન અવસ્થામાં પ્રથમવાર શારિરીક સંબંધ બાંધ્યો હતો જેથી તેને ખોટુ કરેલ હોવાની વાત કરી તે વાત તેણીએ ઘરના સભ્યોને કરીશ તેમ જણાવી તે બોલેરોમાંથી ઉતરી ઘરે પહોંચી ગઈ હતી ત્યારે વિરમનો વોટ્સઅપ કોલ આવ્યો અને કહ્યુ હતુ કે, મેં તારો વીડીયો ઉતારી લીધેલ છે. જો તુ તારા ઘરના સભ્યોને વાત કરીશ તો હું આ વીડીયો વાયરલ કરી તારી બદનામી કરી નાખીશ તેવી ધમકી આપતા તેણીએ ઘરના સભ્યોને વાત કરી નહી.