રાજકોટના લક્ષ્મીવાડી શેરી નંબર 7/11 કોર્નર પર શ્રીકૃષ્ણ નિવાસ મકાનમાં રહેતા અને લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર બલદેવ નામની ઓફિસમાં ટ્રાવેલ બુકિંગનુ કામ કરતા 32 વર્ષિય સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ભક્તિનગર પોલીસ મથકમાં કાકાના પુત્ર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને જયવીરસિંહ પરેશભાઈ ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગત તા. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન વેરાવળ ગયો હતો. ત્યારે તા. 2 નવેમ્બરના રાત્રે કાકાના દીકરા જયદીપસિંહ ઝાલાનો ફોન આવ્યો હતો અને ફોન ઉપર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાન 31 ઓક્ટોબરના ઘર પાસે પાર્કિંગમાં પડેલી કારમાં બન્ને પિતરાઈ ભાઈઓએ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. લાકડાના ધોકાથી કારના કાચ તોડી રૂ. 40,000નું નુકસાન પહોંચાડ્યું હતું.