શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા સક્રિય થયેલી રિક્ષા ગેંગે ફરી લખણ ઝળકાવ્યા હતા. રાજનગર ચોક પાસે રહેતા શ્રમિક યુવકને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રૂ.28 હજારની રોકડની ચોરી કરી નાસી ગયાનું જણાવતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી અરોપીઓને ઝડપી લેવા મથામણ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજનગર પાસે જય પાર્કમાં રહેતા અને મજૂરીકામ કરતા રાહુલ વેલસિંગ મોહનિયા અને તેની બહેન સંગીતા તેના વતન જાંબવા જવા માટે નીકળ્યા હતા. બાદમાં રાજનગર ચોક પાસેથી રિક્ષામાં બેઠા હતા ત્યારે અગાઉ થી એક વૃદ્ધા અને બે યુવકો બેઠા હતા.
બાદમાં લક્ષ્મીનગર માર્કેટ પાસે પહોંચતા રિક્ષાચાલકે અમને તમે અહી ઉભા રહો હું આ પેસેન્જર ઉતારીને આવું કહી બન્નેને ઉતારી આપેલ અને ભાડું પણ માંગેલ નહી જેથી તે ગયા બાદ તેને ખીસ્સામાં તપાસ કરતા તેના ખીસ્સામાં રાખેલા રૂ.28 હજારની રોકડ ગાયબ હોય ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા મથામણ કરી છે.