રાજકોટમાં 13 વર્ષના તરુણ સાથે 45 વર્ષના આધેડે સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યું

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષના તરુણ પર પાડોશી 45 વર્ષના શખ્સે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું, પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

યુનિવર્સિટી વિસ્તારમાં રહેતો 13 વર્ષનો તરુણ શુક્રવારે તેના પરિવારજનો સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, તરૂણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેની પાડોશમાં રહેતા રાકેશ નામના શખ્સે તેને ઘરમાં બોલાવ્યો હતો અને ઘરમાં બોલાવ્યા બાદ બળજબરી આચરી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટનાને પગલે પોલીસની ટીમ આરોપીના ઘરે પહોંચી ગઇ હતી અને આરોપી રાકેશને ઝડપી લીધો હતો. પીઆઇ વસાવાએ જણાવ્યું હતું કે, તરુણ પર પાડોશી રાકેશે અગાઉ આવું કૃત્ય આચર્યું હતું કે કેમ તેમજ આરોપી રાકેશે વિસ્તારના અન્ય બાળકોને પણ શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં જ ગત તા.4ના સાત વર્ષની બાળકી પર 26 વર્ષના શખ્સે તેના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ ગત તા.6ને બુધવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી, આ નરાધમે અગાઉ પણ બાળકી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ચાર દિવસમાં બાળકી પર દુષ્કર્મ અને તરૂણ પર સૃષ્ટિવિરૂધ્ધની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *