મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવી ટપકે તે કોઇ પામી શક્યું નથી, આવું જ કંઇક સુરતથી દિવાળી કરવા આવેલા પ્રૌઢા સાથે બન્યું હતું. સુરત રહેતા ફાતેમાબેન તાહેરઅલી ભારમલ (ઉ.વ.61) ગુરૂવારે સાંજે ભોમેશ્વર પ્લોટમાં તેના ભાણેજ હુશેનભાઇ દારૂગરના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
બનાવને પગલે પોલીસ દોડી ગઇ હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાતેમાબેનને સંતાનમાં બે પુત્ર છે, ફાતેમાબેન દિવાળી કરવા સુરતથી રાજકોટ તેમના ભાણેજના ઘરે આવ્યા હતા અને તા.9ના સગાઇના એક પ્રસંગમાં પણ જોડાવાના હતા, પરંતુ ગુરૂવારે સાંજે હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.