રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સ્ટાફને અચાનક લાગેલી આગ બુઝાવવા તાલીમ અપાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગને બુઝાવવા અંગેની તાલીમ આપવામાં આવી હતી. અચાનક આગ લાગે ત્યારે તે પરિસ્થિતિમાં શું કરવું તે અંગેની ફાયર વિભાગ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ અને વર્ગ-4 ના કર્મચારીને તાલીમ આપવામાં આવી હતી.

અચાનક લાગેલ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયરના બાટલા વડે આગ કઈ રીતે કાબુમાં મેળવી શકાય તે અંગે ફાયર વિભાગના અધિકારી દ્વારા લાઈવ પ્રેક્ટીકલ ડેમો બતાવી તાલીમ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *