શહેરમાં બનેવી સાથેની અદાવતમાં ભાઈ-બહેન પર ત્રણ શખસનો ધારીયા-પાઈપથી હુમલો

હસનવાડી પીરની દરગાહ પાસે ગોકુલનગર શેરી નં.1 માં રહેતાં સાહીલ અબ્દુલભાઇ ગોગદા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ, સુલેમાન દલ અને સમીર નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે મવડી પ્લોટ ખાતે આવેલ આર.કે.એમ્પાઇર બિલ્ડીંગમા ખાનગી કંપનીમા એડમીન તરીકે નોકરી કરે છે.તેમના પરીવારમાં પિતા અબ્દુલભાઇ (ઉ.વ.70) અને માતા જીનતબેન (ઉ.વ.65) છે.

ગઈકાલે રાત્રીના સમયે તેમનું બીજું મકાન અંકુર સોસાયટી શેરી નં.5 ભવાની ચોકમાં આવેલ છે ત્યાં તે હતો.ત્યારે તેનો બનેવી આશીફ બેરૈયા અને સમીર ઉર્ફે સંજલા વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી ઝઘડો થયેલ જે બાદ બન્ને જતાં રહેલ હતા. બાદમાં તે તેમની બહેન અને ભત્રીજાને બાઇકમાં બેસાડી પુનીતનગર ખાતે રહેતા કાકાના દીકરા ઉસ્માનભાઈને ત્યાં મુકવા માટે જતો હતો તે દરમ્યાન નુરાની ચોક ખાતે પહોચતા સામેથી એક બાઇકમાં સોહીલ તથા તેની પાછળ સુલેમાન દલ અને સમીર બેસેલ હતાં. જે બાઇકની સાઇડ કાપી સ્પીડમાં નીકળવા જતા સ્લીપ થઇ પડી જતા તેમની બન્ને બહેનો તથા ભત્રીજાને શરીરે નાની મોટી ઇજા થયેલ હતી. દરમ્યાન ત્રણેય શખ્સો દોડીને તેમની પાસે આવેલ અને ગાળાગાળી કરી માર મારવા લાગેલ હતાં. તેમજ સમીરે તેના હાથમાં રહેલ લોખંડના પાઇપથી તેમના બહેન પર હુમલો કરતાં માથાના ભાગે ઇજા થયેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *