વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ખાતમુર્હૂત કર્યુ હતું. તે અને સૌરાષ્ટ્ર-ગુજરાત તથા રાજકોટ માટે અત્યંત મહત્વની એવી જામનગર રોડ પર આવેલી રાજકોટ એઇમ્સ હાલ સાવ ધણીધોરી વગરની અને રામભરોસે જેવી સ્થિતિમાં આવી ગઇ છે. તાજેતરમાં રાજકોટ એઇમ્સના ડાયરેકટર અને કર્નલ ડો. સી.ડી. એસ. કટોચ તથા અન્ય 3 સામે એઇમ્સના એક મહિલા ડોકટરે રાજકોટ કલેકટર સમક્ષ તથા પોલીસમાં હેરાનગતિ અંગે ફરીયાદો કરતા ભારે વિવાદ સજાર્યો હતો. આ દરમિયાન ડાયરેકટર કટોચે 2 મહિના પહેલા ડાયરેકટર પદેથી રાજીનામુ઼ આપ્યુની ચર્ચા છે અને જે મંજુર નહી થતા હાલ તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. તેમનો ચાર્જ જોધપૂર એઇમ્સના ડાયરેકટર ગોવર્ધન દતપૂરીને સોંપાયો છે.તેઓ ગત રવીવારે આવ્યા હતા પરંતુ ફરી દિવાળીની રજા ઉપર અને જોધપુર એઇમ્સની કામગીરી સંભાળતા હોય તેઓ પરત ચાલ્યા ગયા છે.
રાજકોટ એઇમ્સમાં હાલ 4 મહત્વની જગ્યા ખાલી છે. જેમાં પ્રમુખપદની જગ્યા ખાલી છે, આ ઉપરાંત ડે. ડાયરેકટર તરીકે અરોરા હતા, તેઓ ફરી આર્મીમાં જતા રહ્યા અને તેઓ હાલ રીટાયર્ડ થઇ ગયા એટલે તે જગ્યા ખાલી છે. અરોરાનો ચાર્જ રાજકોટ એઇમ્સના ડો. કુલદિપને સોંપાયો છે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સના એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર જયદિપસિંહ વાળા પણ જતા રહ્યા છે. રાજકોટ એઇમ્સ પ્રમુખ વગર એક વર્ષથી ચાલી રહી છે. ભૂતપૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરીયાએ ઓગસ્ટ-2023માં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. રાજકોટ એઇમ્સમાં પબ્લીક રીલેશન ઓફીસર (PRO) તરીકે હાલ ડો. ઉત્સવ પારેખને ચાર્જ સોંપાયો છે. અત્રે એ નોંધનીય છે કે રાજકોટ ઍઇમ્સમાં 4 મહત્વની જગ્યા ખાલી હોય વિકાસને તથા દર્દીઓ બાબતે થોડી બ્રેક લાગી હોવાનું ત્યાંના ડોકટરો ઉમેરી રહ્ના છે. ડોકટર લોબીમાં ભારે ચર્ચા છે, કેન્દ્ર સરકાર તાકિદે આ બાબતે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.