રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા

રાજકોટમાં હત્યાનો વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં માલવિયાનગર પોલીસ વિસ્તારમાં આવેલા ચંદ્રેશનગર શેરી નંબર 2માં કમલેશ રાઠોડને “મારી પત્ની ક્યાં છે? તેમ કહી નિલેશ વાઘેલાએ ઝઘડો કર્યો હતો. બાદમાં મિત્ર આશિષ ટાંક સાથે મળી ધોકા અને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાંથી નાશી છૂટ્યો હતો. ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તેમનાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. યુવાનના મોતથી પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. યુવાનના ભાઈ કલ્પેશનું 7 માસ પહેલાં જ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે પરિવારે એક સાથે 2 યુવાન પુત્રોને ગુમાવતા માતા-પિતા એકલવાયા બની ગયા હતા.

રાજકોટ શહેરમાં એક યુવાનને તેના જ મિત્રએ પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ ચંદ્રેશનગર શેરી નંબર 2માં રહેતાં કમલેશ વિનોદભાઈ રાઠોડ (ઉ.વ.24) ને સાંજે મિત્ર નિલેશ જીલુભાઈ વાઘેલા સાથે ઝઘડો થતા બેફામ મારામારી કરી હતી અને ભાગી ગયો હતો. ઢોર મારને કારણે કમલેશ બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જાણ કરતા માલવિયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઈ, એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતની ટીમે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડીસીબી, એલસીબીની ટીમ પણ તપાસમાં સામેલ થઈ છે. આરોપી રાઉન્ડ અપ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *