જલારામ જયંતી નિમિત્તે વિરપુર પગપાળા અને સાયકલ દ્વારા અનેક સંઘો આવે છે. આવું જ એક સાયકલ સવાર સંઘ પટેલ બ્રધર્સ ગ્રુપ સતત ત્રીજા વર્ષ સુરતના ઉનથી વિરપુર પહોંચ્યું છે. 45 સાયકલ સવાર ચાર દિવસમાં 500 કિલોમીટરનું અંતર કાપી જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા છે.
સુરતના ઉનથી સાઇકલ સવારોનું પટેલ બ્રધર્સ ગ્રૂપ વિરપુર આવી પહોંચ્યું હતું. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઉન ગામથી 45 સાઇકલ સવારો વીરપુર પહોંચ્યા હતા. વીરપુરમાં તેમનું સ્વાગત કરાયું હતું. આ સાયકલ સવારો ગત 3 નવેમ્બરે ઉનથી નીકળ્યા હતા. તા.6 નવેમ્બરના રોજ તેઓ વીરપુર પહોંચ્યા હતા. 4 દિવસમાં 500 કિલોમીટરનું અંતર કાપ્યું છે. સતત ત્રીજા વર્ષે ભક્તો સાઈકલો લઈને વીરપુર આવી પહોંચ્યા હતા. ફટાકડાની આતશબાજી કરીને ઉન ગામથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાઇકલ સવારો સાથે 30 સ્વયંસેવકો અને મહિલાઓ પણ જોડાયા હતા.