ગુજરાતમાં દિવાળીના તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી એસટી નિગમને કોરોડોની આવક થઈ છે. ત્યારે ગોંડલ એસટી ડેપોને પણ દિવાળી ફળી હતી. ડેપોને 14 લાખથી વધુની એક્સ્ટ્રા આવક થઈ હતી. નોંધનીય છે કે, સમગ્ર ડિવિઝનમાં નવ ડેપોમાંથી ગોંડલ પહેલાં નંબર પર રહે છે. ત્યારે પ્રથમ રહેતા ગોંડલ એસટી ડેપોને દિવાળીનો તહેવાર ફળ્યો તેમ કહી શકાય.
ગોંડલ એસ.ટી.ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલ માટે પણ દિવાળીના તહેવાર દરમિયાન એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિદ્યા માટે ધનતેરસથી લાભપંચમી સુધીમાં એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, ગોધરા, દાહોદ, ગુલબાર મંડોર, જામનગર જૂનાગઢ સહિત ટ્રાફિકને અનુકૂળ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ એક્સ્ટ્રા આશરે 250થી વધુ ટ્રીપ દ્વારા 35000થી વધુ કિમી સંચાલન કરીને એસટીને વધારાની આશરે 14 લાખ આવક મળી હતી.