વાંકાનેર ડેપોના અધિકારીઓએ લોકોની લાંબા સમયની રજૂઆતનો સફળ પ્રતિસાદ આપ્યો છે અને પ્રજાજનોને નૂતન વર્ષની ભેટ આપી છે જેમાં વાંકાનેર દ્વારકા વાયા રાજકોટની બસ સેવા શરૂ કરાઈ છે.
વાંકાનેર ડેપો દ્વારા થોડામાં ઘણું જેવી સ્થિતિમાં ઓછી બસો, સ્ટાફ ઘટ વચ્ચે પ્રજાજનોની સુખાકારી માટે લોકોના અભિપ્રાય જાણી બસ સેવાઓ શરૂ કરાય છે ત્યારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રાજાધિરાજ દ્વારકાધીશમાં શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ છે જેની લાગણીને ધ્યાને લઇ રાજ્યસભાના સાંસદ, રાજવી કેશરીદેવસિંહ ઝાલાની રજૂઆતને પગલે વાંકાનેર દ્વારકા વાયા મિતાણા રૂટની બસ સેવા શરૂ કરાઈ હતી પરંતુ કોઈ કારણસર આ સેવા થોડા સમય માટે બંધ કરાઇ હતી, ફરી સાંસદ ઝાલા દ્વારા વિધિસર વાયા રાજકોટ રૂટની બસ સેવા શરૂ કરવા જણાવાયું હતું જેને અનુસંધાને સવારે ૭.૪૦ વાગ્યે ઉપડી વાયા રાજકોટથી દ્વારકા જશે, દ્વારકા અડધો કલાક રોકાઈ પરત ફરશે.