વેસ્ટઈન્ડિઝની પહેલી ઇનિંગ 150 રનમાં સમેટાઈ ગઈ

વેસ્ટઈન્ડિઝ પ્રવાસની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતીય સ્પિનરોના નામે રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ વેસ્ટઈન્ડિઝને પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આમાંથી 8 વિકેટ સ્પિનરોએ લીધી હતી જ્યારે 2 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.

સ્ટમ્પ્સ સમયે, ભારતે તેની પ્રથમ ઇનિંગમાં વિના નુકસાન 80 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 30 અને નવોદિત ઓપનર યશસ્વી જયસ્વાલ 40 રને અણનમ પરત ફર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રન જોડ્યા છે.

વિન્ડીઝ 150 રને આઉટ, નવોદિત એથનોઝ ફિફ્ટી ચૂકી ગયો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ વેસ્ટઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા એલિક એથેનોઝ (47 રન)એ સૌથી વધુ રન બનાવ્યા, જોકે તે અડધી સદી પણ બનાવી શક્યો ન હતો. કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 20 રન અને તેજનારાયણ ચંદ્રપોલે 12 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 3 સફળતા મળી. સિરાજ અને શાર્દૂલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *