નવરંગપુરા, રખિયાલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર, પીરાણા કરતાં પણ સૌથી ખરાબ

શહેરમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિ.એ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડી છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાના તેમજ અન્ય કારણોસર કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર 2 ગણાથી વધીને 5 ગણું થઈ ગયું છે. ખાસ કરીને રખિયાલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 548.10 અને નવરંગપુરામાં 417 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયા હતો. એટલે કે આ વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત હતી. આ પ્રદૂષણ પીણાના પ્રદૂષણ કરતાં પણ 3થી ગણું વધારે હતું. હવામાં પ્રદૂષણના પ્રમાણનો આંક 200થી વધુ હોય તો લોકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે.

શહેરમાં હવાનું પ્રદૂષણ વધતું અટકાવવા માટે કેન્દ્ર સરકારે નાણાંકીય સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 370 કરોડથી વધારે રકમ શહેરમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે વાપરી છે. જેને પરિણામે હવામાં પીએમ10 પાર્ટિકલનું પ્રદૂષણ 200 થી વધારે રહેતું હતું તે હવે એવરેજ100 પર આવી ગયું છે. દિવાળીના બે દિવસમાં પ્રદૂષણ અતિશય વધી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *