ગુજરાતમાં નવેમ્બરના પહેલા પખવાડિયાથી સામાન્ય ઠંડીનો માહોલ રહેશે

નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે સામાન્ય ઠંડીનોઅનુભવ થઈ રહ્યો છે. સૂર્યાસ્ત બાદ ઠંડીનો માહોલ બનવા લાગે છે, જોકે, અગાઉના વર્ષોમાં નવેમ્બરમાં પડતી ઠંડી જેવો હજુ માહોલ જામ્યો નથી. ત્યારે હવામાન વિભાગે નવેમ્બરના પહેલા પખવાડિયામાં જ સામાન્ય ઠંડી પડશે એવી આગાહી કરી છે. દરમિયાન ડિસેમ્બરથી હાડ ગાળતી ઠંડી સહેવા માટે તૈયાર રહેવાની આગાહી કરી દીધી છે.

હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતના દિવસોમાં સંપૂર્ણ મહિના દરમિયાન દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે નવેમ્બર 2024માં ગુજરાત રાજ્ય માટે પણ આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *