ભારતીય રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવાર (4 નવેમ્બર)ના રોજ યુએસ ડોલર સામે રૂપિયો લગભગ 2 પૈસા તૂટ્યો છે. દિવસના ટ્રેડિંગ પછી તે 84.11 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો.
સતત 11મા ટ્રેડિંગ દિવસે ડોલર સામે રૂપિયો ઘટ્યો હતો. આ પહેલા 31 ઓક્ટોબરે રૂપિયો પ્રતિ ડોલર 84.08 ના સૌથી નીચા સ્તરે બંધ થયો હતો. 17 ઓક્ટોબરે તે ડોલર સામે 84.03ના સ્તરે પહોંચી ગયો હતો.
રૂપિયામાં આ ઘટાડો ભારતીય શેરબજારમાંથી ઇક્વિટી ઉપાડ એટલે કે શેરના વેચાણ અને અમેરિકન ચૂંટણીને કારણે જોવા મળી રહ્યો છે. જેના કારણે રૂપિયા સામે ડોલરનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે.