નાનામવા રોડ પર દેવનગર-1માં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા પરંતુ, હાલમાં દિવાળી દરમિયાન રૈયા રોડ ઉપર આલાપ ગ્રીન સીટી સામે ફટાકડાની દુકાન નાખેલી છે. જેથી, આરોપી અમન ગુરૂમ અને 2 શખસો 1 નવેમ્બરના ફટાકડા લેવા માટે આવ્યા હતા ત્યારે ફરિયાદીએ ફટાકડા પૂરા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું અને અગાઉ ઉધારમાં લીધેલા ફટાકડાના રૂ. 5,000 માંગ્યા હતા. જેથી, અજાણ્યા શખસો પ્લાસ્ટિકના પાઇપ વડે મારવા લાગ્યા હતા.
બાદમાં ફરિયાદીના સ્ટોલમાં રાખેલો ફાયર સેફ્ટીનો બાટલો મારી દીધો હતો. જેથી, ચક્કર આવતા તેઓ ત્યા જ બેસી ગયા હતા અને તેથી આરોપીઓ નાશી છુટયા હતા.