ઈન્ડિયા-A પર બોલ ટેમ્પરિંગનો આરોપ

ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપની ઈન્ડિયા-A પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો છે. આ આરોપો ઓસ્ટ્રેલિયા-A વિરુદ્ધ મેકે, ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી પ્રથમ અન-ઑફિશિયલ ટેસ્ટ દરમિયાન લગાવવામાં આવ્યા છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જાહેર કરીને તેને ફગાવી દીધું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે અમ્પાયરે બોલ બદલ્યો હતો કારણ કે બોલનો આકાર બગડી ગયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા-Aને જીતવા માટે 86 રનની જરૂર હતી. બોલ ટેમ્પરિંગના આરોપમાં ફિલ્ડ અમ્પાયરોએ બોલ બદલ્યો ત્યારે વિવાદ થયો હતો. આના પર ભારતીય ખેલાડીઓ અમ્પાયરો સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

અમ્પાયર શોન ક્રેગને સ્ટમ્પ માઈક્રોફોન પર એમ કહેતા સંભળાયા, ‘જ્યારે તમે તેને (બોલ) ઘસશો, ત્યારે અમે બોલ બદલીએ છીએ. વધુ ચર્ચા નહીં, રમત ચાલુ રાખવા દો. આ ચર્ચાનો વિષય નથી. જ્યારે ભારતીય ખેલાડીઓએ ફરી એકવાર પૂછ્યું કે શું તેમને નવા બોલથી રમવું પડશે તો અમ્પાયરે કહ્યું કે તેઓ એ જ બોલથી રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *