આ સપ્તાહે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, ગયા શુક્રવારે (25 ઓક્ટોબર) 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 78,015 રૂપિયા હતી, જે એક સપ્તાહના ટ્રેડિંગ પછી ગઈકાલે (શુક્રવાર, 2 નવેમ્બર) રૂપિયા 78,425 પર પહોંચી ગઈ હતી.
એક અઠવાડિયાના કારોબાર પછી, એક કિલો ચાંદીની કિંમત 2,299 રૂપિયા સસ્તી થઈ અને 93,501 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. એક સપ્તાહ પહેલા ચાંદીનો ભાવ રૂ.95,800 હતો. 30 ઓક્ટોબરે સોનું રૂ. 79,681 અને 23 ઓક્ટોબરે ચાંદી રૂ. 99,151ની ઓલ-ટાઇમ હાઇ હતી.