કેનેડામાં ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહી પાછળ ગૃહમંત્રી અમિત શાહનો હાથ હોવાના કેનેડાના નિવેદન સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે કહ્યું કે કેનેડિયન હાઈ કમિશનના અધિકારીને 1 નવેમ્બરે બોલાવવામાં આવ્યા.
આ દરમિયાન કહેવામાં આવ્યું કે અમિત શાહ પરના આરોપો પાયાવિહોણા અને વાહિયાત છે. કેનેડાના અધિકારીઓ ભારતને બદનામ કરવાની રણનીતિના ભાગરૂપે જાણીજોઈને આક્ષેપો કરી રહ્યા છે. પછી તેને આંતરરાષ્ટ્રીય મીડિયામાં લીક કરી દે છે. આનાથી બંને દેશોના સંબંધો પર ગંભીર અસર પડશે.
હકીકતમાં, કેનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મોરિસને 29 ઓક્ટોબરે સંસદીય પેનલમાં દાવો કર્યો હતો કે અમિત શાહે કેનેડામાં શીખ ખાલિસ્તાનીઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો.