ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. તદુપરાંત આગામી 7 દિવસ હજુ પણ મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. એટલે કે, આગામી 7 દિવસ દરમિયાન હજુ પણ ઠંડી પડવાના કોઈ એંધાણ નથી. દિવાળી બાદ સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઠંડીની શરૂઆત થઈ શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.

ગુજરાત રાજ્ય ઉપર હાલમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે હજુ પણ ઠંડીની શરૂઆત થઈ શકી નથી. કારણ કે, રણ પ્રદેશમાંથી સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ શુષ્ક બન્યું છે તથા આગામી 7 દિવસ હજુ પણ શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ કરતા આજે અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. પરંતુ તેનાથી વધુ વધારો કે ઘટાડો થવાની હાલ પૂરતી સંભાવના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *