રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ રેલ્વે યુઝર્સ ક્ધસલટેટી કમિટી (ડીઆરયુસીસી)ની તા.28ન રોજ મળેલ મીટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે રાજકોટ વેસ્ટર્ન રેલ્વે ડીઆરએમ અશ્વિનીકુમાર તથા સેક્રેટરી અને સીનીયર ડીસીએમ સુનિલકુમાર મિનાને નીચે મુજબના વિવિધ પ્રશ્નો-સૂચનો રજુ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર મેઈલનો જે મુળભુત સમય સાંજે 6-30 વાગ્યાનો હતો તે મુજબ કરવો તથા તા.26-4-2024ના રોજ રાજકોટ ચેમ્બર દ્વારા ‘વિકસીત ભારત 2047’ અંગે કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્ર્વીની વૈષ્ણવની ઉપસ્થિતિમાં પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રેલ્વે મંત્રીએ આગામી ભારતીય રેલ્વે રોડ-મેપ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી તેમજ તમામ જરૂરી સુવિધાઓથી સજજ સાથે 1309 જેટલા રેલ્વે સ્ટેશનોનું પુન:નિર્માણ કરવામાં આવશે. જેમાં રાજકોટની પસંદગી કરવામાં આવેલ છે. આ અંગે રેલ્વે મંત્રીએ રાજકોટ ચેરમેનને રાજકોટ રેલ્વે ડિઝીટલ તરફથી તૈયાર થનાર થ્રી ડી મોડેલ ડિઝાઈન ઉપર સુચનો મોકલી આપવા ખાસ અનુરોધ કરેલ. જેથી રાજકોટ ડીઆરએમને આ ડીઝાઈન તૈયાર કરવા રજૂઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.