ખાસ કૃષિ રાહત પેકેજ માટે અરજીની સમયમર્યાદા વધારી 10 નવેમ્બર કરાઈ

ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, પડધરી, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી અને લોધિકા તાલુકામાં આ વર્ષે ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન અન્વયે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે 33% કે તેથી વધુ પાક નુકશાની હોય તેવા ખેડૂત ખાતેદારે digitalgujarat પોર્ટલ પર ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે જરૂરી કાગળો જેવા કે ગામનો નમૂનો 8 – અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા 7/12, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે), સંયુક્ત ખાતાધારકે સમંતિ પત્રક / કબૂલાતનામું સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ખેડૂતોએ સાધનિક કાગળો સાથે તા.31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની હતી પરંતુ સમયમર્યાદા આગામી તા.10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *