સ્વિગીનો IPO 5 નવેમ્બરે ખુલશે

ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) 5 નવેમ્બરના રોજ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 8 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 13 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

કંપની આ ઈસ્યુ દ્વારા રૂ. 11,327.43 કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે કંપની રૂ. 4,499 કરોડના 11,53,58,974 નવા શેર ઈશ્યુ કરી રહી છે. જ્યારે, કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા રૂ. 6,828.43 કરોડની કિંમતના 17,50,87,863 શેર વેચી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *