શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો હોય તેમ મવડી નજીક સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા અને છેલ્લા પાંચ દિવસથી તાવમાં પટકાતાં યુવકનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પ્રેસિડેન્ટ નામના કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો અનિલકુમાર બધેઇકુમાર કોળી (ઉ.વ.27) ને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હોય નજીકમાં આવેલા દવાખાનામાં સારવાર ચાલુ હોય સવારે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા઼ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
યુવકના મોતના બનાવને પગલે માલવિયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.યુ. વાળા સહિતના સ્ટાફે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.