GPSCના નવા અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિયુક્તિ

ગુજરાત જાહેર સેવા કમિશન (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂક થતા GPSCને નવું નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઈપીએસ હસમુખ પટેલને જીપીએસસીના નવા અધ્યક્ષ બનાવવા અંગેનો આદેશ જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2023માં IPS હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું. જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *