જીએસટીમાં બે વખત સ્ક્રૂટિની કરતા કરદાતાઓને પરેશાની : ગ્રેટર ચેમ્બર

સીજીએસટી વિભાગ દ્વારા હાલમાં નાણાકીય વર્ષ 2017-18થી 2022-23ના વર્ષનું ઓડિટ ચાલી રહ્યું છે. આ ઓડિટ માટે એક વખત માહિતી આપી હોવા છતાં બીજી વખત માગવામાં આવે છે અને જેને કારણે કરદાતાઓને બે-બે વખત સ્ક્રૂટિની થાય છે. જેને કારણે કરદાતાઓને મુશ્કેલી પડી રહી છે. તેમ ગ્રેટર ચેમ્બરે જણાવ્યું છે. કરદાતાઓની આ સમસ્યાનું હલ થાય તે માટે ગ્રેટર ચેમ્બરે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

ગ્રેટર ચેમ્બર પ્રમુખ રાજીવ દોશીના જણાવ્યાનુસાર સીજીએસટીમાં કલમ 65 હેઠળ ઓડિટની કાર્યવાહી દરમિયાન કે પૂર્ણ થયા ફરીથી કલમ-61 હેઠળ સ્ક્રૂટિની શરૂ કરવા અંગેની કરદાતાઓને નોટિસ આપવામાં આવે છે. એટલે કે કલમ-65 હેઠળ ઓડિટ થયું હોય છતાં કલમ 61 હેઠળ તે જ વર્ષની ફરીથી સ્ક્રૂટિની નોટિસ આપવામાં આવે છે.

આથી કરીને જે વેપારીએ કલમ-65 કાર્યવાહી દરમિયાન માહિતીઓ રજૂ કરી હોય તે ફરીથી બીજા અધિકારી કલમ-61 હેઠળ માગે છે. જેથી કરદતાઓને એક જ વર્ષની ઓડિટ અને સ્ક્રૂટિની કાર્યવાહી અલગ-અલગ અધિકારીઓ પાસે ચલાવવી પડે છે. હાલના તબક્કે જીએસટી વિભાગ દ્વારા 2017-18થી 2022-23 માટે કાયદાની કલમ 65 હેઠળ કરદાતાઓનું વ્યાપક પ્રમાણમાં ઓડિટનું કાર્ય હાથ ધરેલ છે. જે કામગીરી દરમિયાન કે તેના અંતે સી.જી.એસ.ટી કાયદાની કલમ-61 હેઠળ સમાન નાણાકીય વર્ષ માટે રિટર્નની ચકાસણીની નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. જે ઓડિટ દરમિયાન પૂર્ણ થઈ ગઈ હોય તેવી કામગીરી અન્વયેની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *