તિરુપતિની 2 હોટલમાં બોમ્બની ધમકી

રવિવારે આંધ્રપ્રદેશના તિરુપતિની બે હોટલને બોમ્બની ધમકીનો મેલ મોકલવામાં આવ્યો હતો. આ પછી બંને હોટલ ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ હોટલોમાં તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.

તિરુપતિના એસપી એલ સુબ્બારાયુડુએ કહ્યું કે હોટલની તપાસ કરવામાં આવી છે. બોમ્બની ધમકી ખોટી નીકળી. સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. છેલ્લા 3 દિવસમાં તિરુપતિની 7 હોટલોને બોમ્બની ખોટી ધમકીઓ મળી છે.

તે જ સમયે, આજે જ યુપીના લખનૌમાં 9 હોટલને પણ બોમ્બની ધમકી મળી છે. સવારે 10 વાગ્યે હોટલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.

તેમાં લખ્યું હતું- તમારી હોટલના મેદાનમાં કાળી બેગમાં બોમ્બ છે. 5500 હજાર ડોલર (50 લાખ રૂપિયા) મોકલો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશ, બધે લોહી ફેલાઈ જશે. બોમ્બને નિષ્ક્રિય કરવાનો કોઈપણ પ્રયાસ સફળ થશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *