સહેલાણીઓ સુરક્ષિત રહ્યા નથી

મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળોમાં સહેલાણીઓ સુરક્ષિત રહ્યા નથી. આવી જગ્યાઓએ મહિલા સાથે હિંસા અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. એશિયામાં અલ્ટ્રા સોલર પ્લાન્ટ અને ભૈરવ બાબાના મંદિર માટે પ્રખ્યાત સ્થળે બનેલી ગેંગરેપની ઘટનાથી રીવા સમસમી ઊઠ્યુ છે. અહીં યુવાન દંપતીને બંધક બનાવીને અડધો ડઝન લોકોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં આરોપીઓએ આખી ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો છે અને વાઈરલ કરવાની ધમકી આપી હતી.

પોલીસ કેસ નોંધી શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. રીવા જિલ્લાના ગુઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું પર્યટન સ્થળ ભૈરવ બાબામાં યુવાન દંપતી પિકનિક મનાવવા આવ્યું હતું. દરમિયાન 5 અજાણ્યા શખસોએ પતિ-પત્ની સાથે મારામારી કરીને તેમને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ વારાફરતી પત્ની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો છે અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેના કારણે પીડિતે ફરિયાદ નોંધાવી નહોતી. આ દુર્ઘટના સોમવારના દિવસની છે. પોલીસે મંગળવારે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *