રાજકોટ નજીક રહેતા પરિવારની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ઘૂસી બાથરૂમમાં અડપલાં કરતો હોય પરિવારે રંગે હાથ પકડી તેને પોલીસને હવાલે કરતાં યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અગાઉ સગીરાને ભગાડી જવાના કેસમાં ધરપકડ થઇ હતી અને જેલમાં હતો બાદમાં જેલમાંથી બહાર આવી ફરી લખણ ઝળકાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.
રાજકોટ નજીક રહેતા આધેડએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે માધાપરમાં નવરંગપરામાં રહેતો રોહિત જયંતીભાઇ સિપરિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાત્રીના તેનો પુત્ર હોસ્પિટલમાં સારવારમાં હોય ત્યાં હતા તે દરમિયાન તેને ઘરેથી ફોન આવેલ અને પોલીસ મથકે બોલાવ્યા હતા.
પોલીસ મથકે જઇ તપાસ કરતા તેની સગીર વયની પુત્રીને ઘરમાં ઘૂસી બાથરૂમમાં લઇ જઇ માધાપરનો રોહિત સિપરિયા અડપલાં કરતો હોય જેથી તેના પરિવારે બાથરૂમ ખોલતા રંગે હાથ પકડાયો હતો. બાદમાં પોલીસને બોલાવી હવાલે કર્યો હોવાનું જણાવ્યું હતું. અગાઉ સગીરાને ભગાડી જવાના કેસમાં રોહિત જેલમાં હોય તેની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ફરી લખણ ઝળકાવ્યા હોવાનું જણાવતા પીએસઆઇ રત્નુએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.