રાજકોટમાં વોર્ડ નં.15ની પેટાચૂંટણી જાહેર

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં બે કોર્પોરેટરે પદ ગુમાવ્યા બાદ પદ ખાલી જ હતા પણ રાજ્ય ચૂંટણીપંચે પાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી કરવા માટે જાહેરાત કરતા આખરે મનપાની બે બેઠક પણ આવરી લેવાશે.

ચૂંટણીપંચે જાહેર કરેલા આયોજન મુજબ 17મી સુધીમાં જાહેરનામું બહાર પાડવાનું રહેશે. 22-7 સુધીમાં ફોર્મ ભરી શકાશે. 23મીએ ફોર્મ ચકાસણી અને 25મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 6 ઓગસ્ટ રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન અને 8મીએ મતગણતરી કરીને પરિણામ આપી દેવાશે. એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.

હાલ રાજકોટ મનપાના જે પદાધિકારીઓ છે તેમની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં નવા પદાધિકારીઓની વરણી કરવાની રહેશે જોકે તે પહેલા જ ચૂંટણી જાહેર થઈ જતા દરેક પાલિકામાં નવા પદાધિકારીઓની પસંદગીમાં પેટાચૂંટણીમાં નવનિયુક્ત કોર્પોરેટરને પણ સમાવવાની તક જે તે પાલિકાને મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *