વિદેશથી ફટાકડા આયાત કરવા અને ઓનલાઇન વેચાણ કરવા પર પ્રતિબંધ

દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને સમગ્ર રાજકોટ જિલ્લો તહેવારમય બની રહ્યો છે ત્યારે રાજકોટ અધિક જિલ્લા કલેક્ટર ચેતન ગાંધીએ જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેમાં કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. ઇ-કોમર્સ વેબસાઇટ, ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહીં કે ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં.

નેશનલ હાઇવે-8(બી) પર આવેલા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા મેટોડા જીઆઇડીસી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહ સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા નહીં. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *