રાજકોટ મનપાએ ફાયર બ્રિગેડમાં 319 જગ્યાની ભરતી બહાર પાડી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીઝમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જેમાં ડિવિઝનલ ફાયર ઓફિસરની 4 જગ્યા, સ્ટેશન ઓફિસરની 5 જગ્યા, સબ ઓફિસરની 35 જગ્યા, ફાયર ઓપેરેટર (પુરુષ)ની 247 જગ્યા એમ કુલ મળીને 319 જગ્યા માટે સીધી ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ તા.24 ઓક્ટોબર-2024થી 7 નવેમ્બર-2024 સુધીમાં ઓનલાઇન માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર અરજી કરવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર બ્રિગેડમાં જાહેર કરેલી ભરતીમાં ફિલ્ડમાં જરૂર હોય એવા ઓપરેટરની સૌથી વધુ જગ્યા ભરવામાં આવશે. આ રીતે લાંબા સમય બાદ ફાયર બ્રિગેડના સેટઅપમાં વધારો કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ બાબતે પણ અનેક સવાલો ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *