ફાયર NOC માટે રૂ.30 હજારના ઉઘરાણા કરનાર જેલમાં ધકેલાયો

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સાથોસાથ રાજકોટ ફાયર બ્રિગેડનો ભ્રષ્ટાચાર પણ બહાર આવ્યો હતો અને તત્કાલીન ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ જેલમાં ધકેલાયા હતા. આમ છતાં ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચાર બંધ થયો નથી. ભ્રષ્ટાચારીઓએ લાંચ લેવાનો રસ્તો બદલાવ્યો છે. એજન્ટ પ્રથા શરૂ કરી હતી અને લાંચ લેતા આવો જ એક એજન્ટ રંગે હાથ ઝડપાઇ ગયો હતો. જેના રિમાન્ડ પૂરા થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો.

સ્પેસિફિક ફાયર પ્રોટેક્શન લિમિટેડના સેલ્સ એક્ઝિક્યુટિવ કૌશિક પિપરોતરને શુક્રવારે એસીબીની ટીમે રૂ.30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીની ટીમે તેને રિમાન્ડ પર લઇ તપાસ શરૂ કરી હતી. કૌશિક પિપરોતરે ફાયર એનઓસીના બદલામાં રૂ.30 હજાર ઉઘરાવ્યા તે દિવસે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બારિયા એજન્ટ પિપરોતર સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં હતો. બંને વચ્ચે શું વાત થઇ હતી તેના પર તપાસ કેન્દ્રિત થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *