રાજકોટ મહાનગરપાલિકા સાથે ભાગીદારી ધરાવતી એજન્સી ઇકલી સાઉથ એશિયા તથા યુએસએઆઇડી દ્વારા સાઉથ એશિયા મેયરલ પ્લેટફોર્મ ઓન ક્લિન એનર્જી એન્ડ સસ્ટેનેબલ સિટિઝ વિષયે રાજસ્થાનના જયપુરમાં તા.22 અને તા.23 ઓક્ટોબરનાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા મેયર નયના પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ આજે જયપુર રવાના થયા છે. આ કાર્યક્રમમાં ઉર્જાની વધતી માંગ તેમજ પર્યાવરણની સુરક્ષા સહિતનાં મુદ્દે અમેરિકા અને દક્ષિણ એશિયાનાં શહેરોનાં આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે.
ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ રાજકોટનાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે મનપાએ ઈકલી સાઉથ એશિયા તથા યુએસએઆઇડી સાથે એમઓયુ કર્યા છે. જે અંતર્ગત ગ્રીનહાઉસ, ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ કેપેસીટીસ પ્રોજેકટ થકી ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવાયો છે.
વીજળીની માંગમાં બે દાયકામાં વાર્ષિક 5 ટકાનો વધારો થયો દક્ષિણ એશિયાના ઊર્જા વપરાશમાં છેલ્લા 20 વર્ષમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. જેમાં શહેરીકરણથી પ્રેરિત, ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં વીજળીની માંગમાં છેલ્લા બે દાયકામાં વાર્ષિક ધોરણે 5 ટકાનો વધારો થઈ રહ્યો છે, જે વર્ષ 2050 સુધીમાં બમણો થવાની સંભાવના છે. જેમ જેમ શહેરોનો વિકાસ થતો જાય તેમ તેમ ઇમારતો, પરિવહન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ઊર્જાનો વપરાશ વધી રહ્યો છે, જે ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનમાં વધારો કરવામાં પ્રદાન કરે છે. આ શહેરો માટે તેમની મહત્વાકાંક્ષાઓ વધારવા અને એસઇટી માટે વ્યૂહરચના અને કાર્યોનો અમલ કરવા માટે નોંધપાત્ર તક અને આવશ્યકતા છે.