દિવાળીની સાફ-સફાઈ કરવા આવેલા સફાઈ કર્મીઓ રૂ. 7 લાખ સાફ કરી ગયા

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરી રહ્યા છે પરંતુ, હવે મોટાભાગે દિવાળીના કામ માટે સફાઈ કર્મચારીઓને ઘરની સફાઈનું કામ સોંપવામાં આવે છે પરંતુ, રાજકોટ શહેરમાં સફાઈ કરવા આવતા કર્મચારીઓ ઘરમાં રાખેલા નાણા ચોરી હાથ ફેરો કરી જતા હોવાથી ઘટનાઓ પોલીસ ચોપડે વધુ નોંધાઈ રહી છે.

આ દરમિયાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બી-1001માં રહેતા કેતનભાઇ કથીરિયાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ 3થી 19 ઓક્ટોબર દરમિયાન પ્રભુભાઈ અને તેમની સાથે આવેલા અજાણ્યા શખસોને છૂટક મજૂરીકામ માટે દિવાળીની સાફ-સફાઈ માટે બોલાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *